દમણમાં ‘સાઓ જોઆઓ માસ’ની ઉજવણી
- byDamanganga Times
- 25 June, 2026
(પ્રદિપ ભાવસાર દ્વારા)
દમણ, તા. ૨૪ ઃ દમણમાં ખ્રિસ્તી પરિવારોઍ સેન્ટ જોન બાપ્ટિસ્ટના જન્મદિવસ પર પરંપરાગત ‘સાઓ જોઆઓ’ માસની ઉજવણી કરી હતી.
દમણના ઘણા ખ્રિસ્તી પરિવારો લંડનમાં સ્થળાંતરિત થયા છે. જે બાકી રહ્ના છે તેઓઍ આ પરંપરા જાળવી રાખી છે. મોટી દમણના ખ્રિસ્તી પરિવારોઍ જણાવ્યું કે તે જૂન મહિનામાં ઉજવવામાં આવે છે. ઘાસમાંથી ઍક પૂતળું બનાવવામાં આવે છે. તેને જુથ કહેવામાં આવે છે. તેને સજ્જ કરીને ઘરની બહાર રાખવામાં આવે છે. તે પૂતળાને દારૂ પીરસવામાં આવે છે અને તેની પાસે પરંપરાગત વાનગીઓ રાખવામાં આવે છે. યુવાનો તેમના માથા પર ફૂલોના માળા પહેરે છે અને પરંપરાગત નૃત્ય કરે છે.
ખ્રિસ્તી પરિવારોઍ જણાવ્યું કે આ દિવસે, દરેકના ઘરે વાલ કી સબજી, રોટલી અને ગુડા વગેરે વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. ખાવા-પીવાની સાથે, તેઓ આનંદ માણે છે. તેઓ નદીમાં ડૂબકી લગાવે છે અને સ્નાન કરે છે. સાંજે પૂતળાને આજુબાજુમાં ફેરવવામાં આવે છે અને રાત્રે તેનું દહન કરવામાં આવે છે. ‘સાઓ જોઆઓ શ્રદ્ધા, પરંપરા અને આનંદનો તહેવાર છે. અમે સેન્ટ જોનને યાદ કરીઍ છીઍ અને સારા વરસાદ અને બધાના કલ્યાણ માટે પ્રાર્થના કરીઍ છીઍ.’
ખ્રિસ્તી પરિવારો દરિયા કિનારે પરંપરાગત ગીતો અને નૃત્યો રજૂ કરે છે અને દરિયામાં ડૂબકી લગાવે છે. દમણમાં ઘણા ખ્રિસ્તી પરિવારો લંડન સ્થળાંતરિત થયા છે અને દમણમાં રહેતા લોકો આ પરંપરા જાળવી રહ્ના છે.
