સલવાવ, કોપરલી અને રાતાની શાળાઅોમાં પ્રવેશોત્સવ
- byDamanganga Times
- 25 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ આજથી શરૂ થયેલા રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના પ્રારંભ અવસરે વાપીના સલવાવ અને તેની નજીકના કોપરલી, રાતા ખાતે ૬૦થી વધુ બાળકોને શાળા પ્રવેશ તેમજ કન્યા કેળવણી ઉત્સાહભેર કાર્યક્રમો યોજાયા હતા. સાથે ગત વર્ષે શાળામાં અવ્વલ નંબરે આવેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રમૈયા મોહન અને વાપી મ્યુનિસિપાલિટીના કમિશનર ઍન.ઍફ. ચૌધરી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાણાના હસ્તે ૬૦થી વધુ બાળકોને કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. જેમા કોપરલીની સાર્વજનિક હાઇસ્કૂલ, રાતાની પંડોર પ્રાથમિક શાળા તેમજ સલવાવની સ્વામિનારાયણ હાઇસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમોમાં બાળકોનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત, વિવિધ ધોરણોમાં પ્રથમ ક્રમે રહેલા વિદ્યાર્થીઓને પુસ્તકો ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
