Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વાપી દૈવજ્ઞ સમાજ મિત્ર મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

વાપી દૈવજ્ઞ સમાજ મિત્ર મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ વાપી દૈવજ્ઞ સમાજ મિત્રમંડળ દ્વારા શ્રી રંગ દૈવજ્ઞ ભવન ખાતે તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમ અને નવા હોદ્દેરદારોની લોકશાહી ઢબે ચૂંટણીનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાના ભુલકાઓથી લઈ કોલેજ સુધીના ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓનું ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરાના શરદ મલનકર ઉપસ્થિત રહ્ના હતાં. આમંત્રિત મહાનુભાવોમાં ચંદીગઢથી હેમંત મલનકર વિશેષ ઉપસ્થિત રહ્ના હતાં. ઉપરાંત  દિવ્યાંગ ધોન્ડે, વલસાડથી રંજીતા ધોન્ડે, ટ્રસ્ટી મંડળના પ્રમુખ અનંત યજ્ઞેશ્વરી, સમાજના પ્રમુખ પ્રકાશભાઈ ગજરે તેમજ મહિલા મંડળના પ્રમુખ હાર્દિકાબેન તલેકર હાજર રહ્ના હતાં.
આ પ્રસંગે સમાજના કમિટીના સભ્ય રાકેશભાઈ હટકર કે જેઓ સીમા પેકેજીંગના મેનેજર છે. તથા સીમા પેકેજીંગના મલિક મનોજભાઈ બિહારીલાલ ગોયલ તથા તેમના ધર્મપત્ની શ્રદ્ધાબેન મનોજભાઈ ગોયલ વિશેષ હાજર રહી સમાજ દ્વારા ચલાવવામાં આવતી નિરાધાર સહાય યોજનામાં નોંધપાત્ર રકમનું દાન કર્યું હતું.  મિત્રમંડળના નવા હોદ્દેદારોની પસંદગી માટે મતદાન દ્વારા લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી. જેના માટે  ટ્રસ્ટી મંડળના પ્રમુખ અનંતભાઈ, અશોકભાઈ, દિલીપભાઈ, જયેશભાઈ, સમાજના પ્રમુખ પ્રકાશભાઈ, નરેન્દ્રભાઈ તેમજ મહિલા કમિટીના સભ્યોઍ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. મહેમાનોઍ સન્માનિત વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.