વલસાડ પાલિકા ડી.ઍમ.ડી.જી સ્કૂલમાં પ્રવેશોત્સવ યોજાયો
- byDamanganga Times
- 25 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ શિક્ષણ થકી સશક્ત રાષ્ટ્રના નિર્માણના ઉદ્દેશ્ય સાથે વલસાડ નગરપાલિકા ડી.ઍમ.ડી.જી સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ વિધાનસભાનાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્ના હતાં. તેમના વરદ હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ડી.ઍમ.ડી.જી સ્કૂલનાં ચેરમેન વર્ષાબેન અમીતભાઈ પાનવાલા, નગરપાલિકા ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા, નગરપાલિકા સભ્યો અલકાબેન દેસાઈ, જીગ્નેશ પટેલ, રાજુભાઇ ભગત, પ્રવિણભાઇ પવાર, આચાર્ય હેમલતાબેન પટેલ, વલસાડ જિલ્લા ભાજપ મંત્રી મેધનાથ ભાઈ ડાંગ ઉપસ્થિત રહ્ના હતાં.
