ઓઝરડા બારી ફ. પ્રા. શાળામાં ઉત્સાહભેર પ્રવેશોત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 25 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૨૪ ઃ નાનાપોંઢા તાલુકાની ઓઝરડા બારી ફળિયા પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નવપ્રવેશિત બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શિક્ષણ પ્રત્યે સકારાત્મક વાતાવરણ સર્જાયું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત સદસ્ય તૃબેન દિનેશભાઈ ધનારીયા તેમજ લાયઝન ઓફિસર અને સી.આર.સી. કો-ઓર્ડિનેટર રેખાબેન ઍમ. સરિયા ઉપસ્થિત રહ્ના હતાં. મહાનુભાવોઍ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને શિક્ષણના મહત્વ અંગે વાલીઓ તથા ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાલવાટિકામાં ૧૯ બાળકો, ધોરણ-૬માં ૧૦ બાળકો, ધોરણ-૧માં ૧ બાળક તેમજ ધોરણ-૨માં ૧ બાળકને નવા પ્રવેશ આપવામાં આવ્યા હતા. નવપ્રવેશિત વિદ્યાર્થીઓને તિલક કરી, ફૂલહાર પહેરાવી તેમજ શૈક્ષણિક કીટ અર્પણ કરીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પર આનંદ અને ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોઍ બાળકો સાથે સંવાદ સાધ્યો હતો અને નિયમિત અભ્યાસ, સ્વચ્છતા તેમજ સંસ્કારપૂર્ણ શિક્ષણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. વાલીઓને પોતાના બાળકોને નિયમિત શાળાઍ મોકલવા અને તેમના શૈક્ષણિક વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
અંતમાં શાળાના આચાર્ય ડૉ. બાબુ ચૌધરીઍ ઉપસ્થિત મહાનુભાવો, ઍસ.ઍમ.સી.ના સદસ્યો, વાલીઓ, ગ્રામજનો અને શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
