વટારની ઍસ.ઍસ.બી.ડી. દેસાઈ હાઈ.માં યોગ દિવસ ઉજવાયો
- byDamanganga Times
- 25 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ સ્વતંત્ર સેનાની ભગવાનજી ડાયાભાઈ દેસાઈ હાઇસ્કુલ વટારમાં બારમો આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમના આયોજન અંતર્ગત દમણ મેડીટેશન સેન્ટરથી પધારેલા ઉષાબેન તેમજ દીપકભાઈની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને વિવિધ યોગાસન કરાવવામાં આવ્યા હતાં અને યોગાસનનું વિદ્યાર્થી જીવનમાં કેટલું મહત્વનું છે તેમજ દૈનિક જીવનમાં કેવી રીતે ઉપયોગી થાય છે. તેની સમજ આપી સામૂહિક યોગા કરવામાં આવ્યા હતાં. શાળાના શિક્ષકોઍ પણ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય નિખિલભાઇ કે પટેલ કાર્યક્રમની સફળતા બદલ શુભેચ્છા પાઠવી હતી.
