Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વલસાડ યોગાસન સ્પોર્ટસ ઍસો. દ્વારા યોગ દિવસ ઉજવાયો

વલસાડ યોગાસન સ્પોર્ટસ ઍસો. દ્વારા યોગ દિવસ ઉજવાયો


વલસાડ, તા. ૨૪ ઃ સમગ્ર વિશ્વમાં  ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે વલસાડ યોગાસન સ્પોર્ટ્સ ઍસોસિયેશન દ્વારા વલસાડ જિલ્લામાં અલગ અલગ જગ્યાઍ સહયોગી સંસ્થાઓ જોડે કોમન યોગ પ્રોટોકોલ પ્રેક્ટિસનું આયોજન કરી યોગ દિવસ ઉજવામાં આવ્યો હતો. યોગા ફોર હેલ્થી ઍજિંગ સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગૅ ના થીમ સાથે ૧૨મું આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયું ત્યારે ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ ઍસોસિયેશન ના સેક્રેટરી શ્રી ઉમંગ ડોન તેમજ કોઓર્ડીનેટર પૂનમબેન બોડાવાલાના માર્ગદર્શન હેઠળ વલસાડ યોગાસન સ્પોર્ટસ ઍસોસિયેશનના જોઇન્ટ કોઓર્ડિનેટર નિલેશ કોસીયા દ્વારા શાહ ઍન.ઍચ. કોમર્સ કોલેજના ઍન.સી.સી. કેડેટ, ઍન.ઍસ.ઍસ. વિધાર્થીર્ઓ માટે સંસ્કાર કેન્દ્ર, વલસાડ, જી.ઍમ.આર.ઈ. ઍસ. મેડિકલ કોલેજ હાલર વલસાડ તેમજ વલસાડ જિલ્લા સેવા સત્તા મંડળના નેજા હેઠળ જિલ્લા ન્યાયાલયમાં યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવવામાં આવ્યા હતાં. તા.૪ જૂન થી ૮ જૂન દરમિયાન ગુજરાતના અમદાવાદમાં આવેલ ઍકા અરેના સ્ટેડિયમમાં યોજાયેલ વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં સ્પોર્ટસ સ્પેસિફિક વોલેટિયર તરીકે સેવા આપનાર તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની યોગસન સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપનાર તથા જી.ઍસ.વાય.બી. દ્વારા ગુજરાતના પ્રથમ શ્રેષ્ઠ યોગ કોચ તરીકે સન્માનિત નીલેશ કોસીયા દ્વારા યોગ અભ્યાસનું સંચાલન કરવામાં આવ્યું,જેમાં નિર્ણાયક સોનલબેન પટેલ, અંકિતા કંસારા, વિજયભાઈ પટેલ તેમજ યોગસન ખેલાડી સેજલ ગુા અને યોગ શિક્ષક વિનોદભાઈ પટેલનો સહયોગ રહ્ના, યોગ અભ્યાસ દરમિયાન યોગ સાધકોને કોમન યોગ પ્રોટોકોલના રંગીન પેમ્પલેટ વલસાડ જિલ્લા આયુર્વેદ કેન્દ્રના હાલર શાખાના ડૉ. દિવ્યાબેન પટેલ દ્વારા આપવામાં આવ્યા હતાં.