Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

કરચોડ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

કરચોડ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ–૨૦૨૬ અંતર્ગત આજરોજ કરચોડ પ્રાથમિક શાળામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાલવાટિકા તથા ધોરણ–૧માં પ્રવેશ મેળવનાર નાનાં ભૂલકાઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કપરાડા વિધાનસભાના માનનીય ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે વધુ મહેનત, શિસ્ત અને સંસ્કાર સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. સાથે જ વાલીઓને પોતાના બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત રહી તેમને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોઍ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેજસ્વી વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવતા તેઓ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ દરેક બાળકને શિક્ષણ સાથે જોડવાનો, કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો તથા શિક્ષણ પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો છે. આ કાર્યક્રમ દ્વારા શિક્ષણના ક્ષેત્રમાં વધુ પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટેનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.