આમળીમાં શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 25 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૪ ઃ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના દરેક વિસ્તારોમાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણના કાર્યક્રમો ચાલી રહ્ના છે જે સંદર્ભમાં આજરોજ પારડી તાલુકાના આમળી ગામમાં શાળા પ્રવેશ ઉત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં આમળી ગામમાં પારડી તાલુકા પંચાયતના પ્રમુખ કિન્નરીબેન હિતેશભાઈ પટેલ તાલુકા પંચાયતના સભ્ય કીર્તિબેન વિજયભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં અહીં આવેલ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમ દરમિયાન બાળકોને વિવિધ પ્રકારના શૈક્ષણિક સાધનો આપી શાળામાં વિધિવત પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને બાળકો ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે ઍવા રાજ્ય સરકારના કાર્યક્રમ મુજબ બાળકોને ચોક્કસ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યો હતો. બાળકોને શાળા પ્રવેશ કરાવ્યા બાદ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહાનુભાવ સામેલ થયા હતાં અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
