અબ્રામાના પાર ફળિયામાં ગટરના ગંદા પાણી ઉભરાયા
- byDamanganga Times
- 25 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૨૪ ઃ વલસાડ નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રિમોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે પાલિકા દ્વારા સુરતની ઍક ઍજન્સીને અંદાજે રૂ.૭૫ લાખનો મોટો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવા છતાં કામગીરી શૂન્ય દેખાઈ રહી છે. વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલ પાર ફળિયા હનુમાનજી મંદિર વિસ્તારમાં ગટરની યોગ્ય સફાઈ ન થતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્ના છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ચોમાસું માથે હોવા છતાં હનુમાનજી મંદિર વિસ્તારની મુખ્ય ગટરો કચરા અને કાદવથી ઉભરાઈ રહી છે. સુરતની ઍજન્સીને લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ પણ આ વિસ્તારમાં ઍક પણ સફાઈ કર્મચારી ફરક્યો નથી.
ગટરો જામ હોવાને કારણે ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રસ્તાઓ પર અને લોકોના ઘર આંગણે ફરી વળ્યું છે. પાલિકા ટેક્સ વસૂલવામાં મોખરે છે, પણ સુવિધા આપવામાં પાછળ. લાખોના કોન્ટ્રાક્ટ આપ્યા પછી પણ જો અમારે ગંદકીમાં જીવવું પડતું હોય, તો આ પ્રિમોન્સૂન કામગીરીના નામે મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્ના હોય તેમ લાગે છે.
ચોમાસાની હજુ શરૂઆત જ થઈ છે ત્યાં જ ઠેર-ઠેર ગંદા પાણીના ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ અસહ્ના બની ગયો છે. હનુમાનજી મંદિર દર્શનાર્થે આવતા ભક્તો અને આસપાસ રહેતા પરિવારો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. જો તાત્કાલિક ધોરણે આ ગટર લાઈન સાફ કરવામાં નહીં આવે, તો વિસ્તારમાં ટાઈફોઈડ, કમળો, ડેન્ગ્યુ અને મલેરિયા જેવા પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે. રોષે ભરાયેલા અબ્રામા પાર ફળિયાના રહીશોઍ નગરપાલિકાના સત્તાધીશો અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે. ગટરની યોગ્ય સફાઈ કરી ગંદા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે, તો સ્થાનિકો દ્વારા નગરપાલિકા કચેરી માં જઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
