વાપીમાં મનપા દ્વારા વિશ્વ યોગ દિન ઉજવાશે
- byDamanganga Times
- 20 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૯ ઃ વાપીમાં મહાનગરપાલિકા દ્વારા રવિવારે સવારે છથી આઠ કલાક દરમિયાન નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ૧૨ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે નામધા રોફેલ કોલેજ કેમ્પસ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.જેમણે યોગને વિશ્વ ફલક પર ઓળખ અપાવી, ઍવા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ યોગને સમગ્ર વિશ્વમાં માન્યતા આપવામાં આવી છે અને દર વર્ષે ઍટલે કે છેલ્લા ૧૨ વર્ષથી ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત તા. ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ ઁઆંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા યોજવામાં આવી છે. આધુનિક જીવનશૈલીમાં સંતુલન લાવવા અને સમગ્ર પૃથ્વી તથા માનવજાતિના કલ્યાણ માટેનો ઍક અનોખો સંદેશ. સાથે દેશવાસીઓને સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ દિવસની ઉજવણી વાપી મહાનગરપાલિકા દ્વારા રોફેલ કોલેજ નામધા કેમ્પસ ખાતેના મેદાનમાં રવિવારે સવારે છથી આઠ કલાક દરમિયાન ગુજરાત રાજ્યના નાણા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતમાં અને વાપીના મેયર ડેપ્યુટી મેયર તેમજ કમિશનરોની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
