કરંજવેરીમાં પ્રેમ સંબંધના મુદ્દે યુવતીને લેવા જતાં હુમલો
- byDamanganga Times
- 20 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૯ ઃ ધરમપુર તાલુકાના કરંજવેરી ગામે પ્રેમ સંબંધના મુદ્દે યુવતીને લેવા ગયેલાઓ ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે આંબાતલાટ ગામના મણીલાલ જેસિંગભાઈ પટેલની ફરિયાદના આધારે ધરમપુર પોલીસે બે વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે.
પોલીસ માથકે કરેલ ફરિયાદ અનુસારફરિયાદીના સાળાની પુત્રી આરોપી ઉમેશભાઈ ભીમાભાઈ પટેલ સાથે પ્રેમ સંબંધમાં હોવાથી તે તેના ઘરે ગઈ હતી. યુવતીને પરત લાવવા માટે ફરિયાદી પોતાની પત્ની અને સાળી સાથે કરંજવેરી ગામે પહોંચ્યા હતાં. તે દરમિયાન ભીમાભાઈ કાનજીભાઈ પટેલ અને ઉમેશભાઈ ભીમાભાઈ પટેલે ગાળાગાળી કરી હતી. બાદમાં ઉમેશભાઈઍ લોખંડના સળીયા વડે ફરિયાદીના માથામાં તેમજ તેમની પત્નીના ડાબા હાથમાં માર મારી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ધરમપુર પોલીસ મથકે લેખિત ફરિયાદમાં ઉલ્લેખ કરાતા
બનાવ અંગે ધરમપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
