કાલે વલસાડમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે
- byDamanganga Times
- 20 June, 2026
વલસાડ, તા. ૧૯ ઃ શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રા કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ તા.૨૧-૬- ૨૦૨૬ રવિવારના રોજ સવારે ૯ઃ૧૫ કલાકે પટેલ સમાજની વાડીમાં રાખવામાં આવ્યો છે. જેમાં ઉદ્ઘાટક તરીકે પાણી પુરવઠા અને જળસંચાઇ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, મુખ્ય મહેમાન વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ જી. પટેલ, વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ઍમ. પટેલ, વાપી મહાનગરપાલિકા મેયર દક્ષાબેન પટેલ, વલસાડની નવજીવન હોસ્પિટલના યુરોલોજીસ્ટ ડો. જયંત પટેલ વલસાડ ડુંગરીના જાણીતા બિલ્ડર વલસાડ બીપીન પટેલ, ડો. કાર્તિક શશીકાંત પટેલ, જીગર પટેલ, માનસી કાર્તિક પટેલ, વિપુલ આર. પટેલ, પાર્થ પી. પટેલ, ડો. સ્પંદન પટેલ, ભાવિન કરસન પટેલ, ધારા ભાવિક પટેલ તેમજ વલસાડના ધારાસભ્ય અને પટેલ સમાજ પ્રમુખ ભરતભાઈ કે. પટેલે સમાજના યુવક યુવતી વિદ્યાર્થીઓ વડીલો મહિલાઓને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેવા લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
