આહવા પોલીસે રેપ અને પોક્સોનો વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
- byDamanganga Times
- 20 June, 2026
સાપુતારા, તા.૧૯ ઃ ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા અઢી મહિનાથી અપહરણ, બળાત્કાર અને પોક્સો (ભ્બ્ઘ્લ્બ્) જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આહવા પોલીસને મોટી સફળતા મળી છે. ઘટનાની વિગત મુજબ, ગત તારીખ ૦૩/૦૪/૨૦૨૫ના રોજ આહવા તાલુકાના ગઢદ ગામના રહીશ ભગીરાવભાઈ ગુલાબભાઈ પવારની સગીર વયની દીકરીનું કોઈ અજાણ્યો ઇસમ અપહરણ કરીને લઈ ગયો હતો. આ અંગે આહવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (ગ્ફલ્)-૨૦૨૩ની કલમ ૧૩૭(૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનાની સંવેદનશીલતાને ધ્યાને રાખીને સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા ડાંગ-આહવાના પોલીસ અધીક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધીક્ષક કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. બારીયા દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.અપહરણ થયેલી સગીરાને શોધી કાઢવા અને આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે હ્નામન સોર્સીસ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. આરોપી સતત પોતાના લોકેશન બદલીને પોલીસને થાપ આપવાનો પ્રયાસ કરી રહ્ના હતો, પરંતુ ચોક્કસ બાતમી અને ટેકનિકલ મદદના આધારે આહવા પોલીસે આરોપી તુષારભાઈ ઉર્ફે ટીકુ સુરેશભાઈ પવાર (ઉંમર વર્ષ ૨૧, રહે. ગઢવી ગામ, તા. આહવા, જિ. ડાંગ)ને કલમખેત ગામમાંથી દબોચી લીધો હતો.
