Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

આહવામાં ગેરકાયદે મોટર અને લીકેજને લઈ લોકોને પીવાના પાણીના ફાફા

આહવામાં ગેરકાયદે મોટર અને લીકેજને લઈ લોકોને પીવાના પાણીના ફાફા


સાપુતારા, તા.૧૯ ઃ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થતાં સ્થાનિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્ના છે. ખાસ કરીને આહવાની મેડિકલ કોલોની અને પોલીસ લાઇન પાછળના વિસ્તારમાં રહેતા પરિવારો પાણીના ટીપે-ટીપા માટે તરસતા થઈ ગયા છે. આ અછતથી કંટાળીને આખરે રહીશોઍ ઍકઠા થઈને તલાટી કમ મંત્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે અને તાકીદે પાણી પુરવઠો નિયમિત કરવા માંગ કરી છે.સ્થાનિક નાગરિકોના આક્ષેપ અનુસાર, આ જળસંકટ પાછળ કુદરત કરતા માનવીય ભૂલો વધુ જવાબદાર છે. ગાંધી કોલોની વિસ્તારમાં રહેતા કેટલાક શખ્સો મુખ્ય પાણીની લાઇનમાંથી જ ડાયરેક્ટ હેવી મોટરો લગાવીને પાણી ખેંચી રહ્ના છે.આ ગેરકાયદેસર પ્રવૃત્તિના લીધે પાઇપલાઇનના છેડે આવેલા ઘરો સુધી પાણીનું પ્રેશર બિલકુલ નહિવત થઈ જાય છે, જેથી સામાન્ય નાગરિકો હેરાન થઈ રહ્ના છે. વર્ષો જૂની પાઇપલાઇનોમાં રહેલા લીકેજને કારણે પણ હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્ના છે. સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆતમાં ડાંગમાં વરસાદી માહોલ જામી જતો હોય છે, પરંતુ આ વર્ષે મેઘરાજાઍ ખો આપતા ઉનાળો લાંબો ચાલ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે પાણીના સ્ત્રોત સુકાઈ ગયા છે અને પાણીની તીવ્ર માંગ વધી ગઈ છે. તંત્રના નબળા આયોજન અને પાણી ચોરોની દાદાગીરીને કારણે લોકો હવે આકાશ તરફ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્ના છે. હવે સવાલ ઍ થાય છે કે, સ્થાનિકોની આ આજીજી બાદ આહવા ગ્રામ પંચાયત અને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર કડક પગલાં ભરીને આ ગેરકાયદેસર કનેક્શનો કાપશે ખરું? કે પછી જનતાઍ હજુ પણ પાણીની તંગી વેઠવી પડશે? તે તો જોવુ જ રહ્નાં.