ડુંગરી રેલવે ય્.બ્.ગ્.ની નબળી ગુણવત્તાથી જાખમ
- byDamanganga Times
- 20 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ વલસાડ તાલુકાના ડુંગરી ગામે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા રેલવે ફલાયઓવર બ્રિજના બાંધકામ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બ્રિજના ઉપરના ભાગમાં મોટી તિરાડો પડી ગઈ હોવાના અને કેટલીક જગ્યાઍથી સિમેન્ટ-કોંક્રિટનું માળખું છૂટું પડ્યું હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્ના છે. ચોમાસાની શરૂઆતમાં જ બ્રિજની આવી દશા થતાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ડુંગરી રેલવે ફલાયઓવર બ્રિજ વાહનચાલકોની સુવિધા માટે કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. જોકે, હજુ તો ચોમાસાની બરાબર શરૂઆત પણ થઈ નથી ત્યાં જ બ્રિજના મુખ્ય ભાગોમાં ગાબડાં અને તિરાડો નજરે પડી રહી છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બ્રિજના સંધિઓ અને પ્રોટેક્શન વોલના ભાગેથી પોપડા ઉખડી રહ્ના છે.
દરરોજ હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે. જો આ તિરાડો વધુ મોટી થશે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આ સીધો લોકોના જીવ સાથેનો ખેલ છે.
બ્રિજની આ બિસ્માર હાલતનો વીડિયો કોઈ જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં જ વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે.
લોકો સોશિયલ મીડિયા પર કન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓની મિલીભગત સામે ફિટકાર વરસાવી રહ્ના છે અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્ના છે. કરોડોના ખર્ચે બનેલો બ્રિજ થોડા જ સમયમાં કેમ તૂટવા લાગ્યો બાંધકામમાં હલકી કક્ષાનું મટીરિયલ વપરાયું હતું. ભારે વાહનોની અવરજવર ધરાવતા આ બ્રિજ પર મોટી દુર્ઘટના થશે તો જવાબદારી કોની? હવે જોવાનું ઍ રહેશે કે વાયરલ વીડિયો બાદ તંત્ર જાગશે અને કન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરી તાત્કાલિક બ્રિજનું સમારકામ કરાવશે, કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે?
