Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

ચલામાં રક્તદાન અને ફ્રી આરોગ્ય ચેકઅપ કેમ્પ

ચલામાં રક્તદાન અને ફ્રી આરોગ્ય ચેકઅપ કેમ્પ


વાપી, તા. ૧૯ ઃ માહેશ્વરી સેવા સમિતિ, જિલ્લા વલસાડ, સિલવાસા, દમણ તથા માહેશ્વરી મહિલા મંડળ, જિલ્લા વલસાડ, વાપી દ્વારા મહેશ નવમી મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત  આજે રક્તદાન શિબિર અને મફત આરોગ્ય તપાસ કેમ્પ યોજશે. સમિતિના અધ્યક્ષ ગિરિરાજ લડ્ઢાના જણાવ્યા મુજબ આજે તા. ૨૦ જૂનના રોજ ચલા-વાપી સ્થિત મહેશ ભવન ખાતે સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી વિશાળ રક્તદાન શિબિર યોજાશે. સાથે જ સવારે ૯ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ હેલ્થ કેમ્પમાં દંતરોગ, આંખ, ચામડી, પોષણ, ફિઝિયોથેરાપી તેમજ મનોવૈજ્ઞાનિક નિષ્ણાતોની સેવાઓ ઉપલબ્ધ રહેશે.