વાંકલમાં બાઈક અડફેટે વૃદ્ધનું મોત
- byDamanganga Times
- 20 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ વલસાડથી ધરમપુર જતા રોડ પર વાંકલ નવાપાડા બસ સ્ટોપ નજીક પુરઝડપે આવી રહેલી ઍક બાઇક ચાલકે રોડ પર પગપાળા જઈ રહેલા દુલસાડ ગામના વૃદ્ધને ટક્કર મારતા વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોડી રાત્રે કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ બાઇક ચાલક બાઇક લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
વલસાડ તાલુકાના દુલસાડ ગામે ભગવતી ફળિયામાંઅશોકભાઈ મગનભાઈ પટેલ ઉં.વ. ૬૩ રહે છે. અશોકભાઈ પટેલ ગત તા. ૧૭ જૂન ૨૦૨૬ના રોજ સાંજના આશરે ૭ઃ૩૦ કલાકે વાંકલ, નવાપાડા નજીકથી પસાર થઈ રહ્ના હતા. તે દરમિયાન ધરમપુર રોડ પરથી પસાર થતી ઍક હોન્ડા સાઈન બાઇક નંબર ઞ્થ્-૧૫-ખ્લ્-૬૯૬૪ ના અજાણ્યા ચાલકે બાઈકને ગફલતભરી રીતે હંકારી આવી અશોકભાઈને અડફેટે લેતા અશોકભાઈ રોડ પર પટકાયા હતા અને તેમને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. અકસ્માત થતાં જ આજુબાજુના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટના અંગે મૃતકના પરિવારને જાણ કરાતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત વૃદ્ધને ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ટૂંકી સારવાર બાદ રાત્રિના આશરે ૧૧ ઃ ૩૦ કલાકે તેમણે હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હતો. આ ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં મૃતકના પુત્ર સુરેશભાઈ અશોકભાઈ પટેલે અજાણ્યા ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
