Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

અંભેટી વિજ્ઞાન કેન્દ્રમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષે પ્રાકૃતિક ખેતી પર ભાર મુકયો

અંભેટી વિજ્ઞાન કેન્દ્રમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષે પ્રાકૃતિક ખેતી પર ભાર મુકયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૯ ઃ ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-અંભેટી દ્વારા ખેત બચાવો અભિયાન અંતર્ગત પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોમાં જમીન સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જેમાં ૧૦૦થી વધુ ખેડૂતો, મહિલા ખેડૂત બહેનો તેમજ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્ના હતા. કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વિભાગીય વડા, ડૉ. આર. ઍફ. ઠાકોરે તેમનુ સ્વાગત કર્યુ હતું. માનનીય જગદીશ વિશ્વકર્માઍ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી ઍ માત્ર ખેતી પદ્ધતિ જ નહીં પરંતુ જમીન, પાણી અને પર્યાવરણના સંરક્ષણ માટેનું ઍક સશક્ત માધ્યમ છે. તેમણે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ અંગે વાત કરીને ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ન કરવા તથા પ્રાકૃતિક ખેતી અપનાવી જમીનની ફળદ્રુપતા જાળવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે માનનીય જીતુભાઇ ચૌધરી, ધારાસભ્ય, કપરાડાઍ વધુમાં જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવકમાં વધારો કરવા, જમીનના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા તેમજ ટકાઉ કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. ખેડૂતોને આ યોજનાઓનો લાભ લઈ આધુનિક તથા પ્રાકૃતિક ખેતીના આયામો અપનાવવી જોઈઍ.

આ કાર્યક્રમ દરમ્યાન માનનીય જગદીશ વિશ્વકર્મા, માનનીય આદીજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, જીતુભાઇ ચૌધરી, ધારાસભ્ય, કપરાડા, ગફુરભાઇ બિલખીયા, પદ્મશ્રી અને ટ્રસ્ટી, ગૂજરાત વિદ્યાપીઠ અને જીલ્લાના અગ્રણીઓ અને ખેતીવાડી ખાતુ, વલસાડ, આત્મા પ્રોજેક્ટ વલસાડ, જનશિક્ષણ સંસ્થાન-અંભેટીના અધિકારીઓઍ કેન્દ્રના પ્રાકૃતિક ખેતીના વિવિધ ઍકમોની મુલાકાત લઇને કેન્દ્રની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

કાર્યક્રમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંત લલિત કપુર, કમલેશ પટેલ, બાલુ પટેલ, મિતેશ ગજ્જર અને પ્રકાશ જોષીઍ પ્રાકૃતિક ખેતીના વિવિધ ઘટકો જેમ કે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા તેમજ સ્થાનિક સંસાધનો આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. 

સાથે સાથે જમીન સ્વાસ્થ્ય સુધારણા અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટેના ઉપાયો અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી જેમાં ખેડૂતોની વિવિધ શંકાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં માનનીયશ્રી જીતુભાઇ ચૌધરી, ધારાસભ્ય, કપરાડાઍ સૌનો આભાર માની કાર્યકર્મ પુર્ણ જાહેર કર્યો હતો.