Damanganga Times.

Damanganga Times.

June 18, 2026

પાનસ વન ઔષધિય ઉધાનનો રસ્તો બિસ્માર

પાનસ વન ઔષધિય ઉધાનનો રસ્તો બિસ્માર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૮ ઃ ધરમપુર તાલુકાના પાનસ ડુંગરી પર આવેલ પાનસ વન ઔષધિય ઉધાન તરફ જતા દોઢ તી બે કિલોમીટરનો ઢાળવાળા રસ્તો  હાલ અત્યંત જર્જરિત બની ગયો છે. ડામરનું પડ ઉખડી જતાં મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. પાનસ વન ઔષધિય ઉધાન નાનાપોંઢા વિસ્તારનું મહત્વનું પ્રવાસન અને વન ઔષધિય કેન્દ્ર   છે. અહીં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠકો યોજાતી રહે છે, જ્યારે ગુજરાત સરકારના મંત્રીઓ અને જન-તિનિધિઓ પણ અનેક વખત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી ચૂક્યા છે. તાજેતરમાં નાનાપોંઢા વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર, તાલુકા પંચાયતના પ્રમુખ તથા સ્થાનિક સરપંચ સહિતના અધિકારીઓ આ જ બિસ્માર માર્ગ પરથી હાલક ઢોલક ગતિઍઍ પસાર થવાની નોબત આવી હતી     સ્થાનિકોઍ જણાવ્યા મુજબ  આગામી ચોમાસાના દિવસોમાં આ માર્ગ પરથી પસાર થવું વધુ જોખમી બનશે આ વિસ્તારના પૂર્વ રાજ્યમંત્રી તથા વર્તમાન સમયના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પણ અનેક વખત આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે, છતાં રસ્તાના નવીનીકરણ કરવા થઈ રહેલા વિલંબને લઈને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્ના છે. સ્થાનિકોઍ વન વિભાગ અને સંબંધિત તંત્રને પાનસ વન ઔષધિય ઉધાન તરફના આ મહત્વના માર્ગનું તાત્કાલિક નવીનીકરણ કરીને પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને સુરક્ષિત અવરજવરની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે