વલસાડમાં ટેટ પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે ધરણા
- byDamanganga Times
- 19 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ, વલસાડ જિલ્લા ઍકમ દ્વારા ટેટ (ર્વ્ફૂણૂત્ર્ફૂશ્વ ચ્શ્રજ્ઞ્જ્ઞ્ણિંજ્ઞ્શ્રજ્ઞ્દ્દક્ક વ્ફૂસ્ન્દ્દ) પરીક્ષામાંથી સેવારત શિક્ષકોને મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે હાલર તળાવ, વલસાડ માં ધરણા અને આવેદનપત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી પોતાની માંને સમર્થન આપ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન સંઘના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ટેટ લાગુ થતાં પહેલાં નિયમિત રીતે નિમણૂક પામેલા અને વર્ષોથી સેવા બજાવી રહેલા શિક્ષકો પર ટેટની અનિવાર્યતા લાદવી નૈસર્ગિક ન્યાયના સિદ્ધાંતો તેમજ નિમણૂક સમયની સેવા શરતોની વિરુદ્ધ છે. વર્ષોથી શિક્ષણ કાર્યમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા શિક્ષકોને નવી પરીક્ષાની શરતો હેઠળ લાવવું યોગ્ય નથી. તેથી આવા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી.
ધરણા કાર્યક્રમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ, ગુજરાતના ઉપાધ્યક્ષ રામુભાઈ પઢેર, વલસાડ જિલ્લાના અધ્યક્ષ અજીતસિંહ ઠાકોર, મહામંત્રી રામુભાઈ પટેલ, સંગઠન મંત્રી કિરણભાઈ પટેલ સહિત જિલ્લાના તમામ તાલુકાઓના અધ્યક્ષો, મહામંત્રીઓ અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્ના હતા. ઉપસ્થિત આગેવાનોઍ શિક્ષકોના હિત માટે સંગઠિત પ્રયાસો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર મારફતે રાજ્ય સરકાર તેમજ ભારતના વડાપ્રધાન સુધી શિક્ષકોની લાગણી અને માંગ પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આવેદનમાં જણાવાયું હતું કે નામદાર કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને સરકાર જરૂરી કાયદાકીય અને વહીવટી સુધારા કરે તથા ટેટ લાગુ થયા પહેલાં સેવારત રહેલા શિક્ષકોને પરીક્ષામાંથી મુક્તિ આપે.
સંઘના આગેવાનોઍ જણાવ્યું હતું કે શિક્ષકો શિક્ષણ વ્યવસ્થાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે અને વર્ષોથી સેવા બજાવતા શિક્ષકોના અનુભવ અને કાર્યને યોગ્ય માન્યતા મળવી જોઈઍ. સરકાર શિક્ષકોની વ્યાજબી માંગણીઓને હકારાત્મક રીતે સ્વીકારી યોગ્ય નિર્ણય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ધરણા અને આવેદનપત્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે શિક્ષકોના પ્રશ્નોના ન્યાયસંગત અને વહેલી તકે નિરાકરણ માટે સરકાર સમક્ષ પુનઃ રજૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત શિક્ષકોઍ ઍકતા દર્શાવી શિક્ષક હિતના મુદ્દે સંઘના પ્રયાસોને સમર્થન આપ્યું હતું.
