વેલુગામનું તળાવ સુકાયું
- byDamanganga Times
- 19 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)
સેલવાસ, તા. ૧૮ ઃ વેલુગામગામનું ઍક સમયે પાણીથી સમૃદ્ધ ગણાતું તળાવ આજે સૂકાઈ જતાં તેની દયનીય સ્થિતિ સામે આવી છે. તાજેતરમાં પાણીની શોધમાં આવેલા ઍક પશુના તળાવની ઊંડી તિરાડમાં ફસાઈ જવાના બનાવે ગામમાં ચર્ચા જગાવી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ આ તળાવ વર્ષો સુધી ગામના લોકો અને પશુઓ માટે પાણીનો વિશ્વસનીય સ્ત્રોત રહ્નાં હતું. ઉનાળામાં પણ અહીં પાણી ઉપલબ્ધ રહેતું હોવાથી મોટી સંખ્યામાં પશુઓ અહીં આવતા હતા. પરંતુ હાલમાં તળાવનો તળિયો સંપૂર્ણપણે સુકાઈ ગયો છે અને અનેક જગ્યાઍ મોટી તિરાડો પડી ગઈ છે. સ્થાનિક લોકોઍ આક્ષેપ કર્યો છે કે તળાવની આસપાસથી મોરમ અને માટી કાઢવાના કામ બાદ પાણીનો સંગ્રહ પ્રભાવિત થયો હતો. ત્યારબાદ ધીમે ધીમે પાણી ઘટતું ગયું અને આખું તળાવ સૂકાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.
ગ્રામજનોઍ જણાવ્યું કે જળાશયોની યોગ્ય દેખરેખ અને જાળવણીના અભાવે આવી પરિસ્થિતિ ઉભી થઈ છે. પશુ તિરાડમાં ફસાવાની ઘટના માત્ર અકસ્માત નથી, પરંતુ વિસ્તારમાં જળ સંરક્ષણની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
સ્થાનિક લોકોઍ તંત્રને તળાવની તપાસ કરીને તેના પુનઃવિકાસ અને જળ સંરક્ષણ માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.
