રાજ્યપાલ અને મુખ્યમંત્રી નવસારી જિલ્લાના બે દિવસીય પ્રવાસે
- byDamanganga Times
- 19 June, 2026
નવસારી જિલ્લાની તા.૧૮-૧૯ જૂનમાં રોજ બે દિવસીય મુલાકાતના ભાગરૂપે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી નવસારી સુધીની સફર વંદે ભારત ઍક્સપ્રેસ ટ્રેનના ઘ્૧૨ કોચમાં ઍક સામાન્ય નાગરિકની જેમ સાદગીપૂર્વક કરી હતી. નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ પર ટ્રેન આવી પહોંચી, વીઆઈપી સુવિધાઓ કે લિફટનો ઉપયોગ કરવાના બદલે પ્લેટફોર્મ પર અડધો કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપી સ્ટેશનની બહાર નિકળ્યા હતાં. તેમણે નવસારી રેલવે સ્ટેશન પર રેન્જ આઈજી પ્રેમવીર સિંહ, કલેક્ટર મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિ. પોલીસવડા રાહુલ પટેલ અને અન્ય અધિકારીઓઍ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. નવસારીના દુધિયા તળાવ અને છાપરા રોડ પરથી પસાર થતી વખતે મુખ્યમંત્રી અને રાજ્યપાલે ઉત્સાહિત નાગરિકો અને મુસાફરોનું અભિવાદન ઝીલ્યું હતું.
