Damanganga Times.

Damanganga Times.

June 18, 2026

ડાંગનું નવું આકર્ષણ ઃ લુ થતા આગિયાને નિહાળવા પ્રકૃતિપ્રેમીઓ ઉમટ્યા

ડાંગનું નવું આકર્ષણ ઃ લુ થતા આગિયાને નિહાળવા પ્રકૃતિપ્રેમીઓ ઉમટ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા. ૧૮ ઃ  આધુનિકતાની આંધળી દોટ અને સતત વધતા જતા પ્રદૂષણને કારણે કુદરતે સર્જેલી અણમોલ જીવસૃષ્ટિ આજે જોખમમાં મુકાઈ ગઈ છે. રાત્રિના અંધકારમાં પોતાની પાંખો પાછળથી કુદરતી પ્રકાશ રેલાવતો અદભુત જીવ ‘આગિયા’, જેને અંગ્રેજીમાં ઁજ્જ્ઞ્શ્વફૂશ્શ્રજ્ઞ્ફૂસ્ન્ઁ તરીકે ઓળખવામાં આવે છે, તે આજે દેશ-દુનિયાના મોટાભાગના વિસ્તારોમાંથી લુ થવાના આરે પહોંચી ગયો છે. શહેરી વિસ્તારોમાં જ્યાં સિમેન્ટ-કોંક્રિટના જંગલો અને રાસાયણિક પ્રદૂષણને લીધે આ જીવ નામશેષ થઈ ગયો છે, ત્યાં ગુજરાતનો પ્રકૃતિથી ભરપૂર ઍવો ડાંગ જિલ્લો આજે પણ આ નાનકડા જીવ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. ચોમાસાની શરૂઆત પહેલા, ખાસ કરીને જૂન અને જુલાઈ મહિના દરમિયાન ડાંગના ગાઢ જંગલોમાં રાત્રિના સમયે લાખો આગિયાઓથી રેલાતો કુદરતી પ્રકાશ ઍક કાલ્પનિક દુનિયા જેવો અદભુત નજારો સર્જે છે. આ અલૌકિક દ્રશ્યને પોતાની આંખોમાં કેદ કરવા અને તેના પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે દેશભરમાંથી પ્રકૃતિપ્રેમીઓ, સંશોધકો અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ મોટી સંખ્યામાં ડાંગના જંગલો ભણી દોડી આવે છે. સામાન્ય રીતે પ્રવાસીઓ ડાંગની હરિયાળી અને ધોધને માણવા ચોમાસાની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ અહીંના સ્થાનિક આદિવાસીઓ દ્વારા પરંપરાગત રીતે સાચવવામાં આવેલા જંગલો વિવિધ દુલર્ભ ઔષધિઓ અને અનોખી જીવસૃષ્ટિનો અમૂલ્ય ખજાનો છે. ડાંગના કેટલાક ચોક્કસ વિસ્તારો તો જાણે ‘આગિયાના જંગલ’ તરીકે જ ઓળખાય છે, જે કુદરતની અણમોલ ભેટ સમાન છે. આ વિસ્તારોમાં ખાસ કરીને સાદડ અને અર્જુન (સાદડો)ના વૃક્ષો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જે આગિયાઓના વસવાટ અને પ્રજનન માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે. આ વૃક્ષોની વનસ્પતિજન્ય વિશેષતા અને ડાંગના પ્રદૂષણમુક્ત શુદ્ધ વાતાવરણને કારણે જ આ નાજુક જીવ અહીં હજુ સુધી સુરક્ષિત અને જીવંત રહી શક્યો છે. સ્થાનિક સ્તરે પર્યાવરણના જતન અને પ્રવાસનને વેગ આપવા માટે પણ સરાહનીય પ્રયાસો થઈ રહ્ના છે. ડાંગના સ્થાનિક પ્રકૃતિપ્રેમી આદિવાસી યુવાન તુષાર કામડી દર વર્ષે ચોમાસા પહેલા આગિયાના પ્રદર્શન અને તેના પર સંશોધન કરવા આવતા પ્રવાસીઓ તેમજ વૈજ્ઞાનિકો માટે ખાસ રહેવા-જમવાની અને માર્ગદર્શનની સુવિધાઓ ઊભી કરે છે. તુષાર કામડીના જણાવ્યા અનુસાર, ડાંગની ભૂમિ પર કુદરત હંમેશા મહેરબાન રહી છે.

લોકો માને છે કે ડાંગ માત્ર ચોમાસામાં જ સુંદર લાગે છે, પરંતુ વાસ્તવમાં અહીં પાનખર ઋતુ અને ત્યારપછીનો પ્રિ-મોન્સૂન (ચોમાસા પહેલાનો) સમયગાળો પણ કુદરતી સૌંદર્ય અને રહસ્યોથી ઍટલો જ ભરપૂર હોય છે. રાત્રિના ઘનઘોર અંધારામાં હજારો વૃક્ષો પર ટમટમતા આગિયાઓનો આ નજારો ઍ વાતની સાબિતી છે કે જો પર્યાવરણને પ્રદૂષણમુક્ત રાખવામાં આવે, તો કુદરત પોતાની સુંદરતા હંમેશા અકબંધ રાખે છે.