ઉદવાડા હાઈવે બ્રિજ પરથી બે વિદેશી વિદ્યાર્થીનીઅો દારૂના જથ્થા સાથે ઝડપાઈ
- byDamanganga Times
- 18 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ દમણથી વડોદરા લઈ જવાતો રૂ. ૧.૭૯ લાખના દારૂ-બિયરની જથ્થા સાથ પારુલ યુનિવર્સિટીના બે વિદેશી વિદ્યાર્થીનીઓને ઍલસીબી પોલીસે ઉદવાડા હાઇવે બ્રિજ પાસેથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે વલસાડ જિલ્લા પોલીસ વિભાગની ટીમ પારડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્ના હતા તે દરમિયાન ખાસ બાતમીના આધારે ઉદવાડા રેલવે ઓવરબ્રિજ પાસેથી ઍક હયુન્ડાઈ અલકાજર કાર નંબર જીજે-૦૫-જેડબ્યુ-૧૧૯૭ને રોકી તેમાં તપાસ કરતા ૮૦૨ દારૂ-બિયરની બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂ. ૧.૭૯ તેમજ કારમાં સવાર વિક્ટર ઉર્ફે તફાળા લવમોર મયબ્બો અને માઈલેશ રોય ડલામ મીની બંને રહે. કિંગડમ ઓફ ઇ ઈસ્તવીટી બંને વડોદરાની નામાંકિંત ઍવી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે આ બંને પાસે દારૂ-બિયર રાખવાની કોઈ પરમિશન ન હતી અને તેમની પાસેથી બે મોબાઈલ ફોન મળી આવતા તે પણ જે કરી પારડી પોલીસ મથકમાં બંને વિરુદ્ધ દાખલ કરાયો છે અને પોલીસે ૧૫ લાખ રૂપિયાની કાર રૂ. ૪૦,૦૦૦ ના બે મોબાઈલ ફોન તેમજ રૂ. ૧.૭૯ લાખનો દારૂ-બિયરનો જથ્થો કબજે કરી આ બંને વિદ્યાર્થીઓને દમણથી વડોદરા દારૂ-બિયરનો જથ્થો લઈ જવા માટે રોકનાર કે દમણથી ભરાવનાર વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
