Damanganga Times.

Damanganga Times.

June 18, 2026

ડાંગના ધવલીદોડમાં સરકારી શૌચાલય તોડવા મુદ્દે ભાઈઍ પિતરાઈનું માથું ફોડ્યું

ડાંગના ધવલીદોડમાં સરકારી શૌચાલય તોડવા મુદ્દે ભાઈઍ પિતરાઈનું માથું ફોડ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા.૧૭ ઃ ડાંગનાં ધવલીદોડ ગામમાં સરકારી શૌચાલય તોડવા મુદ્દે પિતરાઈ ભાઈઅો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. 

ધવલીદોડ ગામના નીચલા ફળીયામાં રહેતા નિલેશભાઈ રામચંદ્રભાઈ ગાયકવાડ (ઉંમર વર્ષ ૪૨) ના ઘરની આગળના સરકારી સામુહિક શૌચાલય બનાવવામાં આવ્યું હતું. ગત રવિવારે સવારે નિલેશભાઈના સગા કાકા મોતિલાલભાઈ શ્રાવણભાઈ ગાયકવાડ કોઈને પણ પૂછ્યા વગર આ સરકારી શૌચાલય તોડવા લાગ્યા હતા. આ જોઈને નિલેશભાઈઍ તેમના પિતા રામચંદ્રભાઈને કાકાને સમજાવવા માટે કહ્નાં હતું. જ્યારે રામચંદ્રભાઈઍ પોતાના ભાઈ મોતિલાલભાઈ પાસે જઈને ૅબાથરૂમ કેમ તોડો છો ? તેમ પૂછતાં જ મોતિલાલભાઈ ઍકદમ ઉશ્કેરાઈ ઝઘડો કરી લાકડાનો ઍક મોટો ફાડચો રામચંદ્રભાઈના માથામાં મારી દેતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.  કાકાના ત્રણ દીકરાઓ કૈલેશભાઈ, ગણેશભાઈ અને માહદુભાઈ ત્યાં દોડી આવી માર મારવા લાગ્યા હતા. મોતિલાલભાઈઍ ભત્રીજા નિલેશભાઈના માથામાં ફટકો મારતા લોહી લુહાણ થઈ ગયો હતો. પરિવારના સભ્યો અને લોકો દોડી આવતા પિતા-પુત્રને બચાવ્યા હતા. હુમલો કરનાર કાકા અને તેમના ત્રણેય દીકરાઓ મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયા હતાં. રામચંદ્રભાઈ તથા તેના પુત્ર તાત્કાલિક ૧૦૮માં આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ત્યારે આહવા પોલીસે મોતિલાલભાઈ શ્રાવણભાઈ ગાયકવાડ, કૈલેશભાઈ મોતિલાલભાઈ ગાયકવાડ, ગણેશભાઈ મોતિલાલભાઈ ગાયકવાડ અને માહદુભાઈ મોતિલાલભાઈ ગાયકવાડ વિરૂદ્ધ  ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.