નાનાપોîઢા તા.પં.ની પ્રથમ સામાન્ય સભા યોજાઈ
- byDamanganga Times
- 18 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા.૧૭ ઃ નાનાપોંઢા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ મનીષાબેન પટેલ અને તાલુકા વિકાસ અધિકારી પ્રીતેશભાઈ બારિયાની ઉપસ્થિતિ વચ્ચે મહિલા સંચાલિત દૂધ ડેરીના ઍ.સી. હોલમાં યોજાઈ હતી. જેમાં પ્રમુખ મનીષાબેન પટેલે આવનારા સમયમાં ટીમ નાનાપોંઢા તાલુકાના સર્વાંગી વિકાસ માટે ઍકજૂથ થઈ કામ કરશે. વિકાસના અનેક પ્રકલ્પો થકી તાલુકો વિકાસમાં અગ્રેસર રહશે.સભામાં કારોબારી ચેરમેન તરીકે મીનાબેન સુભાષભાઈ ભોયા અને સામાજિક ન્યાય સમિતિ ચેરમેન તરીકે કલ્પનાબેન ચંપકભાઈ ભીસરાની નિયુક્તિ કરાઈ હતી. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ તાલુકાને સરકારે વિકાસશીલ તાલુકામાં આવરી લીધો હોય વિશેષ ગ્રાન્ટ ઉપલબ્ધ થશે. જેથી તાલુકો આવનારા સમયમાં વિકાસનું નવું હબ બનશે.
