વલસાડના કાશ્મિરનગર વિસ્તારમાં ડ્રેનેજ મુદ્દે ઉપવાસની ચીમકી
- byDamanganga Times
- 18 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર ૨માં ડ્રેનેજ લાઈન મામલે પાલિકાના ભાજપનાં ચાર સભ્યોઍ વલસાડ ચીફ ઓફિસરને રાવ કરી ટૂંકી મુદતમાં ઉકેલ નહીં આવે તો પાલિકાના ગેટ પર આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
વલસાડ નગરપાલિકાના સભ્ય ઉર્વશી પટેલ, ગૌરીબેન રાણા, અમિતભાઇ પટેલ સહિતના ચાર સભ્યોઍ આજરોજ વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેનને લેખિતમાં રજૂઆત કરી કે વલસાડ નગરપાલિકાના વોર્ડ નં.૨ માં આવેલ કાશ્મીર નગર, બરુડીયાવાડ, હરિજનવાસ, વાડી ફળિયા, ભૂત ફળિયા, કાન ફળિયુ, વશી ફળિયુ અને રામા-ગોવિંદમ ઍપાર્ટમેન્ટ સહિતના નીચાણવાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં, ચૂંટાયેલા સભ્યો તથા નગરપાલિકાના તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્ના છે. આ અંગે ચીફ ઓફિસર, પ્રમુખ અને કારોબારી ચેરમેનને લેખિત રજૂઆત કરી ટૂંકી મુદતમાં ઉકેલ નહીં આવે તો પાલિકાના ગેટ પર આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી આપી છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારોમાં દર ચોમાસામાં ઘરોમાં ૮થી ૧૦ ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે અને વર્ષમાં બે-ત્રણ વખત મોટા પાયે નુકસાન વેઠવું પડે છે.
વલસાડ પારડી વિસ્તારમાં ઁસેન્ટ્રલ પાર્ક (મિલેનિયમ બિલ્ડિંગ) નામની ૧૦-૧૨ માળના પ્રોજેક્ટના બિલ્ડર દ્વારા પાલિકાની જગ્યા પર કથિત કબજો કર્યો છે. પરમિશન લીધા વગર બિલ્ડિંગનું મળ-મૂત્રવાળું ગંદુ પાણી અંડરગ્રાઉન્ડ પાઇપ લાઇન મારફતે મુખ્ય રસ્તા પરથી ખુલ્લામાં ઔરંગા નદીમાં છોડી રહ્ના છે. આશરે ૧૦૦૦ લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થશે.
