વાપી બલીઠા સબવે રાત્રે બંધ કરી દેવાતા ચાલકોમાં રોષ
- byDamanganga Times
- 18 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૭ ઃ વાપીમાં રેલવે લાઇનની પૂર્વ અને પડ્ઢિમમાં નાના મોટા ખાનગી વાહનોની અવર જવર માટે થોડા મહિના પહેલાં ખુલ્લા મૂકવામાં આવેલા બલીઠા દબાવીને છેલ્લા બે દિવસથી રાત્રે કોઈ પણ જાતની આગોતરી જાહેરાત કર્યા વિના બંધ કરી દેવામાં આવતો હોય સેંકડો વાહન ચાલકોને લાંબો ચકરાવો ખાવાની નોબતને લઈ રોષ ફેલાયો છે. વાપીમાં રેલ્વે લાઇનની પૂર્વ અને પડ્ઢિમમાં વાહન ચાલકોને અવર જવર માટે દક્ષિણમાં જે ટાઈપ મોટું ગરનાળું, નાના વાહન ચાલકો માટે રેલ્વેનું પાણી નિકાલ માટેનું વર્ષો જુનું નાનું નાળું તથાં થોડાં મહિના પહેલાં ખુલ્લું મૂકવામાં આવેલ બલીઠા સબવે આશીર્વાદ રૂપ છે. વાપી પડ્ઢિમ વિસ્તારના લોકોને વલસાડ હાઈવે તરફ જવા કે વલસાડ તરફથી વાપીમાં આવવા બલીઠા સબવે ઍકદમ સરળ વિકલ્પ બન્યો છે. અગાઉ ૧૫-૨૦ દિવસ પહેલાં આ બલીઠા સબવેમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી માટે કેટલાક દિવસો સુધી રાત્રિ દરમિયાન વાહન ચાલકો માટે બંધ રાખવામાં આવ્યો હતો. જેની પહેલાથી મનપા તંત્રઍ જાહેરાત કરી હતી જેને લઈ વાહન ચાલકો રાત્રે અન્ય વિકલ્પ પસંદ કરતા હતાં.
જોકે હાલ છેલ્લે ૨ દિવસથી આ સબવે કોઈ પણ જાતની આગોતરી જાણ કે સૂચના બોર્ડ લગાવ્યા વિના રાત્રે ૧૨ વાગ્યાથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવતો હોય નાઈટ શિફટ કરતા સેંકડો કામદારો અને અન્ય વાહન ચાલકો અટવાઈ રહ્નાં છે. આવા લોકોને છેક જે ટાઈપ નાળા સુધી લંબાવું પડી રહ્નાં છે. મનપા તંત્ર દ્વારા આ મામલે જાહેર જનતાને સ્પષ્ટતા કરવાની જરૂર છે જેથી લોકો હેરાન ન થાય.
