Damanganga Times.

Damanganga Times.

June 18, 2026

આસુરા માન નદીમાં પોલીસ-ફાયર વિભાગની જીવંત મોક ડ્રીલ યોજાયું

આસુરા માન નદીમાં પોલીસ-ફાયર વિભાગની જીવંત મોક ડ્રીલ યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૭ ઃ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી પૂર અને ડૂબી જવાની દુર્ઘટનાઓ સામે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બને તે હેતુથી ધરમપુર ડિવિઝન પોલીસ અને ફાયર સેફટી વિભાગ દ્વારા આસુરા પાસે પસાર થતી માન નદીના પટમાં સંયુક્ત આપત્તિ વ્યવસ્થાપન મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોક ડ્રીલ દરમિયાન પૂરની સ્થિતિમાં બચાવ કામગીરીનું જીવંત પ્રદર્શન કરી નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતાં.
  પત્રકારો  સાથેની વાતચીત દરમિયાન ઍઍસપી ડો. સંદીપ ટી.ઍ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે પૂર અને ડૂબી જવાની ઘટનાઓમાં વધારો થતો હોય છે. આવી સ્થિતિમાં પોલીસ, ફાયર વિભાગ અને અન્ય બચાવ ઍજન્સીઓ વચ્ચે ઝડપી સંકલન તેમજ નાગરિકોની સુરક્ષા સુનિડ્ઢિત કરવા આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.
  મોક ડ્રીલમાં બે મિત્રો માન નદી કિનારે ફરવા ગયા હોય અને ઍક મિત્ર અચાનક નદીમાં ડૂબી જતાં બીજો મિત્ર તરત જ ૧૧૨ પર ફોન કરે છે. ત્યારબાદ પોલીસ, ફાયર બ્રિગેડ અને ૧૦૮ ઍમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આધુનિક બચાવ સાધનોની મદદથી યુવકને બહાર કાઢી તેને પ્રાથમિક સારવાર અને શ્વાસોચ્છવાસની પ્રક્રિયા આપી હોસ્પિટલ ખસેડે છે. સમગ્ર દૃશ્ય અત્યંત વાસ્તવિક અને ભાવનાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું હતું.
ઍઍસપી ડો. સંદીપ ટી.ઍ જણાવ્યું હતું કે ફાયર વિભાગ પાસે લાઈફ જેકેટ, રાફટ  સહિતના આધુનિક બચાવ સાધનો ઉપલબ્ધ છે. સાથે જ સામાન્ય નાગરિકો પણ પ્લાસ્ટિકની ખાલી બોટલો કે હવા ભરેલા કેનનો તરાપા તરીકે ઉપયોગ કરીને કટોકટી સમયે પોતાનો કે અન્યનો જીવ બચાવી શકે છે. ચોમાસા દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની પેટ્રોલિંગ ટીમો સતત કાર્યરત રહેશે. ઉપરાંત આપદા મિત્રઁ કમ્યુનિટી વોલન્ટિયર્સ ૨૪ કલાક સેવા માટે તૈયાર રહેશે અને સ્થાનિક ગ્રામજનો તથા સમુદાયના અગ્રણીઓને પણ બચાવ કામગીરીમાં જોડવામાં આવશે.
આ મોક ડ્રીલ દરમિયાન ધરમપુર પોલીસ મથકના પીઆઈ નિખિલભાઈ ભોયા, નાના પોંઢા પોલીસ મથકના પીઆઈ ઍમ. ઍન. કાતરિયા, કપરાડા પોલીસ મથકના પીઆઈ ડી. ઍન. વાંઝા, ધરમપુર પોલીસ મથકના પીઍસઆઈ વીનેશભાઈ વસાવા, પોલીસ કર્મચારીઓ, જીઆરડી અને હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહી બચાવ કામગીરીમાં સક્રિય રીતે જોડાયા હતા.