ઝરોલીમાં બ્લડ ચેકઅપ કેમ્પ યોજાયો
- byDamanganga Times
- 18 June, 2026
(દમણગશ્રંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ રાષ્ટ્રીય સેલ્યુટ ત્રિરંગા ગુજરાત દ્વારા ઉમરગાંમ તાલુકાના ઝરોલીની ઝવેરીબેન હીરજીભાઈ શાહ શાળા ખાતે મફત લોહિ ચેકપ તથા આંખ તપાસ, ફ્રી ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં આજુબાજુના અંદાજે ૨૩૦ જરૂરિયાતમંદોની વિનામૂલ્યે તપાસ કરી ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેલ્યુટ ત્રિરંગાના રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમભાઈ પટેલ, મયુરભાઈ વખારિયાના માર્ગદર્શન હેઠળ ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના તબીબોની ટીમે સેવાઓ આપી હતી. અંકલાસના સરપંચ રવુભાઈ વળવી તથા નીતિનભાઈ પ્રજાપતિઍ સમગ્ર કેમ્પનું સુંદર આયોજન કર્યું હતું. આ તબીબી કેમ્પમાં સેલ્યુટ ત્રિરંગાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પિયુષભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્ના તેઓને ગ્રામ પંચાયત સરપંચ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત સ્વાગત કર્યું હતું.
