વલસાડ જિલ્લાના ખેડૂતોને શાકભાજીના હાઈબ્રીડ બિયારણની કીટ વિનામૂલ્યે અપાશેવલસાડ જિલ્લાના ખેડૂતોને શાકભાજીના હાઈબ્રીડ બિયારણની કીટ વિનામૂલ્યે અપાશે
- byDamanganga Times
- 18 June, 2026
(દમણગંગા ટાઈમ્સ )
વલસાડ, તા. ૧૭ ઃ વલસાડ જિલ્લાના અનુસૂચિત જન જાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે બાગાયત ખાતાની વિવિધ પ્રકારની યોજનાકીય સહાય અમલમાં છે. જે અંતર્ગત અનુસૂચિત જન જાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂત ખાતેદારો માટે વિનામૂલ્યે શાકભાજીના હાઈબ્રીડ બિયારણ કિટ આપવાની યોજનાને ચાલુ રાખવાની મંજુરી મળી છે. જેમાં હાઈબ્રીડ શાકભાજી વાવેતર વિસ્તાર માટે રૂ.૨૦૦૦/- સુધીની મર્યાદામાં વિનામૂલ્યે કિટ મળવાપાત્ર છે. જેમાં હાઈબ્રીડ શાકભાજી બિયારણ તેમજ જૈવિક દવા અને જૈવિક ખાતર, પ્લાસ્ટિક ક્રેટ વગેરેની ઇનપુટ કિટ વિનામુલ્યે આપવામાં આવશે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે યોજના હેઠળ લાભ લેવા ઇચ્છુક વલસાડ જિલ્લાના અનુસૂચિત જન જાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો ઍ ૭-૧૨, ૮-અ, આધાર કાર્ડની નકલ, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સંમતિ પત્રક તથા અનુસૂચિત જાતિ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલા સહિત જરૂરી કાગળો સાથે નિયત સમયમર્યાદામાં નાયબ બાગાયત નિયામકની કચેરી, જિ. વલસાડ, શ્રમજીવી વિદ્યા મંદિર, પહેલો માળ, ઍચ.ડી.ઍફ.સી. બેંક વલસાડ શાખાની સામેની ગલીમાં, તિથલ રોડ, વલસાડ, તા. વલસાડ, જિ. વલસાડ - ૩૯૬૦૦૧, ખાતે નોંધ કરાવાની રહેશે ઍમ નાયબ બાગાયત નિયામક, વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.
