ડુંગરીમાં જન કલ્યાણ શિબિર યોજાઈ
- byDamanganga Times
- 18 June, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૧૭ ઃ રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી પ્રજા સુધી બહોળા પ્રમાણમાં પહોંચે તથા આ યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેમજ વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત ૨૦૪૭નું ધ્યેય સાકાર કરવા માટે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તા.૧૫ જૂનના રોજથી જન કલ્યાણ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આજે પ્રથમ દિવસે વલસાડ તાલુકાના ડુંગરી, દાતી કકવાડી અને કોસંબા ગામના લોકોને યોજનાકીય લાભ મળે તે માટે ડુંગરી પ્રાથમિક શાળાની સામે આવેલા રામજી મંદિરના હોલમાં શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની મુખ્ય યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જનકલ્યાણ શિબિરને લાભાર્થીઓઍ બિરદાવી સરકારની પ્રજાના દ્વાર સુધીની પહેલની સરાહના કરી હતી. તા.૧૯ જૂન સુધી ચાલનારી આ શિબિરનો વધુમાં વધુ લોકો લાભ લે ઍવો અનુરોધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયો છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતની ડુંગરી બેઠકના સભ્ય પ્રિતિબેન આસીતભાઈ દેસાઈ, ગોરગામ તાલુકા પંચાયત બેઠકના સભ્ય નલીનીબેન પટેલ, ચીખલા તાલુકા પંચાયત બેઠકના સભ્ય માનસી પટેલ, છરવાડા તાલુકા પંચાયત બેઠકના સભ્યશ્રી હેલીબેન પટેલ તેમજ ડુંગરીના સરપંચ પંકજ પટેલ, માલવણના સરપંચ વનિતાબેન પટેલ, વલસાડ તાલુકા વિકાસ અધિકારી કેતન સોલંકી, મામલતદાર વિકાસ વાઘેલા તેમજ આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતાં.
અત્રે નોંધનીય છે કે, આજે તા. ૧૬ જૂન ૨૦૨૬ના રોજ જન કલ્યાણ શિબિર વલસાડ તાલુકાના મગોદડુંગરી ગામની પ્રાથમિક શાળામાં યોજાનાર છે. જેમાં પારનેરા, પારડી પારનેરા અને નનકવાડા ગામનો સમાવેશ કરાયો છે. સવારે ૧૦થી સાંજે ૫ વાગ્યા સુધી આ ૩ ગામના લાભાર્થીઓ મગોદડુંગરી પ્રાથમિક શાળામાં આવીને યોજનાકીય સહાય અને લાભ મેળવી શકશે.
