Damanganga Times.

Damanganga Times.

June 18, 2026

વાપી શ્રી દૈવજ્ઞ સમાજ મિત્ર મંડળની ૨૧ જૂને ચૂંટણી યોજાશે

વાપી શ્રી દૈવજ્ઞ સમાજ મિત્ર મંડળની  ૨૧ જૂને ચૂંટણી યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ શ્રી દેવગન સમાજ મિત્ર મંડળ–વાપી દ્વારા આગામી ૨૧ જૂન, રવિવારના રોજ ટ્રસ્ટ સંચાલિત શ્રી રંગ દૈવજ્ઞ સાંસ્કૃતિક ભવન ખાતે મંડળની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી સમિતિ દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ સવારે ૮ વાગ્યે ઉમેદવારોનો પરિચય અને ચા-નાસ્તાથી કાર્યક્રમનો પ્રારંભ થશે. સવારે ૮ઃ૩૦ થી ૧૨ઃ૩૦ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારબાદ બપોરે ૧૨ઃ૩૫ વાગ્યે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભા પૂર્ણ થયા બાદ સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. બપોરે ૨ વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને સાંજે ૭ વાગ્યા બાદ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે.
મંડળની કુલ ૧૫ સભ્યોની કારોબારી સમિતિ માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ૪ મહિલા સભ્યોનો સમાવેશ ફરજિયાત રાખવામાં આવ્યો છે. કુલ ૨૫ ઉમેદવારોઍ ઉમેદવારી નોંધાવી છે. સમાજના ૧૧ સભ્યો દ્વારા મતદાન થવાનું છે અને ૧૧થી વધુ ઉમેદવારોને મળેલા મત મુજબ ચૂંટાયેલા સભ્યો નક્કી થશે. ચૂંટણી સમિતિઍ વાપી તથા આસપાસના વિસ્તારોમાં વસતા દૈવજ્ઞ સમાજના આજીવન સભ્યોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા અને સમાજના વિકાસ માટે સક્રિય યોગદાન આપવા અપીલ કરી છે.