Damanganga Times.

Damanganga Times.

June 18, 2026

વાપીમાં રાષ્ટ્રીય લાભાર્થી સંવાદ કાર્યક્રમ યોજાશે

વાપીમાં રાષ્ટ્રીય લાભાર્થી સંવાદ કાર્યક્રમ યોજાશે


(દમણગશ્રંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ વઔપચારિક રોજગારીને પ્રોત્સાહન આપવા અને સામાજિક સુરક્ષાનો વ્યાપ વધારવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના  હેઠળ શુક્રવાર, ૧૯ જૂન ૨૦૨૬ના રોજ રાષ્ટ્રીય લાભાર્થી સંવાદ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન વડાપ્રધાન નવી દિલ્હીના વિજ્ઞાન ભવનથી કરશે,  જે અંતર્ગત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ચ્ભ્જ્બ્)ના પ્રાદેશિક કાર્યાલય, વાપી દ્વારા પણ ૧૯ જૂને વાપી મહાનગરપાલિકાના પદ્મશ્રી રજ્જુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે સમાનાંતર રાષ્ટ્રીય લાભાર્થી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં અંદાજે ૫૦૦થી ૬૦૦ નોકરીદાતાઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ, અધિકારીઓ તેમજ વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આ પ્રસંગે ગુજરાત સરકારના નાણાં અને શહેરી વિકાસ મંત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ઉપરાંત વલસાડ-ડાંગ વિસ્તાર તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના સાંસદો, ધારાસભ્યો અને અન્ય જનપ્રતિનિધિઓ પણ કાર્યક્રમમાં ભાગ લેશે.