Damanganga Times.

Damanganga Times.

June 18, 2026

ચણોદની કેબીઍસ ઍન્ડ નટરાજ કોલેજનું બી.સી.ઍ.-સેમ.૪નું પરિણામ જાહેર

ચણોદની કેબીઍસ ઍન્ડ નટરાજ કોલેજનું બી.સી.ઍ.-સેમ.૪નું પરિણામ જાહેર


(દમણગશ્રંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ વાપીના ચણોદ કોલોની સ્થીત કેશવજી ભારમલ સુમરીયા ઍન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં બી.કોમ., બી.ઍસસી., બી.સી.ઍ., બી.બી.ઍ., ઍમ.કોમ., ઍમ.ઍસસી. જેવા વિવિધ અભ્યાસક્રમો ચાલે છે. શૈક્ષણીક  વર્ષ ૨૦૨૫-૨૬માં વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી, સુરત અંતર્ગત માર્ચ/અપ્રિલ ૨૦૨૬ માં લેવાયેલબી.સી.ઍ. સેમ.૪  પરીક્ષાના પરિણામ જાહેર થતા સદર કોલેજના વિધાર્થીઓબી.સી.ઍ. સેમ.૪માં ૯.૦૦ લ્ઞ્ભ્ખ્ સાથે આશિષ સિંઘ પ્રથમ સ્થાન,  ૮.૭૩  લ્ઞ્ભ્ખ્ સાથે સાહિલ મંડલ અને નેત્ર ગાયકર   દ્વિતીય સ્થાન તેમજ ૮.૫૫  લ્ઞ્ભ્ખ્ સાથે અર્ચના કુશવાહા   તૃતીય પ્રા કેરેલ છે.  તેમનું નોંધપાત્ર શૈક્ષણિક પ્રદર્શન તેમના સમર્પણ, સખત મહેનત અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ સિદ્ધિ વિદ્યાર્થીઓના  અને તેમના પરિવાર માટે સન્માન સાથે સદર  સંસ્થાનું ગૌરવ પણ વધારે છે. કોલેજના આચાર્ય ડૉ.પૂનમ બી.ચૌહાણ તેમજ મેનેજમેન્ટ, સ્ટાફ અને વિદ્યાર્થીઓ સિદ્ધિ પ્રા કરનાર વિદ્યાર્થીઓને  આ પ્રશંસનીય સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતાં.