રોટરી ક્લબ ઓફ વાપી રીવરસાઈડ દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 18 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ વાપી નગર પંચાયત હાઈસ્કૂલ ખાતે રોટરી ક્લબ ઓફ વાપી રીવરસાઈડ દ્વારા ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડવાનો અને તેમને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન ધો.૯થી ૧૨ના કુલ ૪૦૦ વિદ્યાર્થીઓને દરેક વિદ્યાર્થી દીઠ ૭ નોટબુક આપવામાં આવી હતી. આ રીતે કુલ ૨૮૦૦ નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ વાપીના પ્રતિનિધિઓઍ વિદ્યાર્થીઓને નોટબુકો અર્પણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓઍ આનંદ અને ઉત્સાહપૂર્વક નોટબુકો સ્વીકારી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ, શિસ્ત અને પરિશ્રમનું મહત્વ સમજાવી જીવનમાં સફળતા પ્રા કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય સુમીતરાજ રોહિત દ્વારા રોટરી ક્લબ ઓફ વાપીના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે રોટરી ક્લબ દ્વારા કરવામાં આવેલો આ સેવાકીય ઉપક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી છે. આવા સમાજોપયોગી કાર્યો શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપે છે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને છે.સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને ઉત્સાહભેર સંપન્ન થયો.
