Damanganga Times.

Damanganga Times.

June 18, 2026

છીરીમાં સફાઈ અને રસ્તાની સમસ્યા યથાવત

છીરીમાં સફાઈ અને રસ્તાની સમસ્યા યથાવત


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ વાપી મહાનગરપાલિકામાં છીરી ગામનો  સમાવેશ થયાને દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં અહીંના રહેવાસીઓને હજુ સુધી શહેર જેવી સુવિધાઓનો પૂરતો લાભ મળતો નથી. ખાસ કરીને સફાઈ વ્યવસ્થાની સ્થિતિને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્ના છે. વિસ્તારના અનેક માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ઠેરઠેર કચરાના ઢગલા જોવા મળે છે, જેના કારણે ગંદકી અને દુર્ગંધની સમસ્યા સર્જાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નિયમિત સફાઈ ન થવાના કારણે વરસાદી મોસમ દરમિયાન રોગચાળાનો ભય પણ વધી ગયો છે. અનેક જગ્યાઍ ખુલ્લામાં કચરો પડ્યો રહેતો હોવાથી રખડતા પશુઓ અને જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધ્યો છે.
મનપા દ્વારા કરોડો  ખર્ચ કરવામાં આવતો હોવા છતાં તેનો લાભ લોકો સુધી પહોંચતો ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે. બીજી તરફ રસ્તાઓની સ્થિતિ પણ ખાસ સુધરી નથી. અનેક આંતરિક માર્ગો પર ખાડા, તૂટેલી સપાટી અને ધૂળની સમસ્યા યથાવત જોવા મળે છે. વાહનચાલકો અને રાહદારીઓને રોજબરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્ના છે. સ્થાનિકોઍ મનપા તંત્રને છીરી વિસ્તારમાં સફાઈ અને માર્ગ સુવિધાઓ અંગે તાત્કાલિક ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્નાં છે.