Damanganga Times.

Damanganga Times.

June 18, 2026

ટુકવાડામાં વાઘ નદીનો મેજર બ્રિજ પ્રતિબંધિત જાહેર

ટુકવાડામાં વાઘ નદીનો મેજર બ્રિજ પ્રતિબંધિત જાહેર


વલસાડ, તા. ૧૭ ઃ વલસાડ જિલ્લા કાર્યપાલક ઇજનેર પંચાયત (મા-મ) વિભાગ દ્વારા સુલિયા જોઈનીંગ ટીટુમાળ દિધી રોડ પર ચે.૪/૮ થી ૫/ ૦માં વાઘ નદી પર આવેલા મેજર બ્રીજમાં નુકશાની જણાતા આ બ્રિજ રીપેરીંગની કામગીરી માટે તેમજ કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી બ્રીજ પરથી વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ કરી ડાયવર્ઝન આપવા દરખાસ્ત કરવામાં આવી હતી, જે અંગે ધરમપુરના સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ મારફત સબંધિત કચેરીઓનો સ્થળ તપાસ અહેવાલ મેળવતાં તેઓઍ ઉક્ત બ્રીજ બંધ કરી ડાયવર્ઝન આપવા હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો.ઉપરોક્ત હકિકત ધ્યાને લઈ ઉપરોક્ત બ્રીજ જુનાં હોય, કોઈ દુર્ઘટના ન સર્જાય તથા આમ જનતાના જાન-માલને કોઈ નુકશાન ન થાય અને ટ્રાફિક નિયમન તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તકેદારીના ભાગરૂપે વાઘ નદી પર આવેલા બ્રીજ ઉપર વાહન-વ્યવહાર બંધ કરી ડાયવર્ઝન આપવા અંગે ગુજરાત પોલીસ અધિનિયમ ૩૩(૧)(બી) હેઠળ મળેલી સત્તાની રૂઍ મહિપાલસિંહ ચુડાસમા, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, વલસાડ દ્વારા તા. ૧૫/૧૦/૨૦૨૬ સુધીના સમયગાળા માટે આ માર્ગ (બ્રીજ)નો વાહન-વ્યવહાર બંધ કરી તેના પરથી પસાર થતા ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન રૂટ) જાહેર કરાયો છે.  ટુકવાડા ગામે વાઘ નદી પર આવેલા મેજર બ્રીજને પ્રતિબંધિત જાહેર કરી આ માર્ગ પરના તમામ વાહનો હવે વાઘ નદીના બ્રીજથી ટુકવાડા-ઉમરપાડા-ઘાડવી-બીલધરી-ગુનસા-વાડી-ધાણવેરી-અસલકાટી બ્રીજના રસ્તે આવન-જાવન કરી શકશે.