Damanganga Times.

Damanganga Times.

July 27, 2026

પારડી વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા નોટબુક-સ્કુલબેગનું વિતરણ કરાયું

પારડી વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા નોટબુક-સ્કુલબેગનું વિતરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૬ ઃ વરિષ્ઠ નાગરિક મંડળ કિલ્લા પારડી દ્વારા પારડી પંથકમાં આવેલ વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં નોટબુક અને સ્કૂલ બઁગનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ ચાર શાળાઓ જેમાં પારડી કન્યા-૨ અને કુમાર-૨, હનુમાન ડુંગરી શાળા અને બાલદા મુખ્ય પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે. લગભગ ૭૭ જેટલા વિધાર્થીઓને શૈક્ષણિક સાધનોનનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ માટે મંડળના પ્રમુખ ઍન. કે. દેસાઇ ઉપપ્રમુખ મહેશભાઈ દેસાઈ મંત્રી પ્રફુલભાઈ લાડ ખજાનચી, જયંતીભાઈ પ્રજાપતિ અને હોદ્દેદારોઍ ખૂબ જહેમત ઉઠાવી હતી. ખાસ કરીને મંડળના કારોબારી સભ્ય  ભૂમિકાબેન દેસાઇ અને જતિન દેસાઇ ઍ તનતોડ મહેનત કરી હતી. શૈક્ષણિક સાધનોના વિતરણ માટે ડૉ. ઇલાબેન દેસાઇ દ્વારા કે જેઓ મંડળના ઉપપ્રમુખ રામસિંહભાઇ ડી. દેસાઇ ના વહુ અને દાંત ના નામાંકિત ડૉક્ટર તપન દેસાઇ ના ધર્મપત્ની છે જેમનો વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.