Damanganga Times.

Damanganga Times.

July 27, 2026

પારડીના વૈજનાથ મહાદેવ મંદિરે અધિકમાસની કથાનું વાંચન કરાયું

પારડીના વૈજનાથ મહાદેવ મંદિરે અધિકમાસની કથાનું વાંચન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૬ ઃ  પારડીના કિલ્લાની તળેટી પર પ્રાચીન સ્વયંભૂ પ્રગટ થયેલા વૈજનાથ મહાદેવનું મંદિર આવેલ છે. આ મંદિર પારડી પંથકના ભક્તો માટે વર્ષોથી પ્રાચીન સમયથી આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં પવિત્ર ઍકાદશીના દિવસ શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજા સત્સંગ અને અધિક માસની કથા વાંચવા માં આવ્યું હતું. છેલ્લા ઍક માસથી પારડી પંથકની મહિલાઓ વિશાળ સંખ્યામાં દરરોજ મંદિરમાં આવીને અધિક માસ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતા હતા ભગવાન વિષ્ણુના મંત્રોનું જાપ કરતા હતા અને અધિક માસની કથાનું વાંચન કરતા હતા.
દરરોજ ભજન કીર્તન સાથે કથાનું વાંચન સતત ૩૦ દિવસ સુધી આ કથા અધિકમાસની મંદિરમાં ચાલી હતી. મંદિરના પૂજારી સંજયભાઈ રાવલ કે જેમણે દરરોજ મહિલાઓને સુંદર રીતે કથા વાંચન કરી કથાનું મહત્વ સમજાવ્યું હતું.
 મંદિર પરિસરમાં અધિકમાસ નિમિત્તે પારડી પંથકની મહિલાઓઍ ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું ભગવાન શ્રીકૃષ્ણને ૧,૦૦૦ થી વધુ તુલસીના પવિત્ર પાંદડા ધરાવવામાં આવ્યા હતા.
વિશેષ ભોગ લગાવવામાં આવ્યો હતો આમ આ રીતે વૈજનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર અધિક માસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.