દાંતી-કકવાડી દરિયા કિનારે સ્મશાનભૂમિમાં ધોવાણની સ્થિતિનું જિ.પં. પ્રમુખે સ્થળ નિરીક્ષણ કયું
- byDamanganga Times
- 16 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના દાંતી કકવાડી દરિયા કિનારે દરિયાઈ ધોરણ અટકાવવા માટે પ્રોટેક્શન વોલની કામગીરી તેમજ સ્મશાનભૂમિ વિસ્તારમાં ધોવાણનું સ્થિતિનું જિલ્લા પંચાયત પ્રમુખે નિરીક્ષણ કર્યું હતું. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા દાંતી કકવાડી દરિયા કિનારે દરિયાઈ ધોવાણ અટકાવવા માટે નિર્માણાધીન પ્રોટેક્શન વોલની કામગીરી તેમજ દરિયા કિનારે આવેલ સ્મશાનભૂમિ વિસ્તારમાં થઈ રહેલા ધોવાણની સ્થિતિનું સ્થળ પર જઈ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે ગામના સરપંચ તથા આગેવાનો સાથે સ્થળ પર ચર્ચા કરી હાલની પરિસ્થિતિની જાણકારી મેળવી અને જરૂરી કામગીરી અંગે વિચાર-વિમર્શ કર્યો હતો.
