Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

વાપીમાં પ્રગતિ પંથ યાત્રા અંતર્ગત વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરાયું

વાપીમાં પ્રગતિ પંથ યાત્રા અંતર્ગત વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવા, સુશાસન અને વિકાસના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘પ્રગતિ પથ યાત્રા’ અંતર્ગત વલસાડ જિલ્લાના પારડી તાલુકા વિધાનસભામાં આવતા વાપી ખાતે બલીઠાની મીની સિવિલહોસ્પિટલ, વાપી જીઆઇડીસી ખાતેનો સીઈટીપી, વાપી દમણગંગા નદી કિનારે આવેલ મુક્તિધામ, લેન્ડ ફિલિંગ ઍરિયા, ઍમઍલડી ફિલ્ટર પ્લાન્ટ તેમજ ડુંગરા ખાતેનું બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું ગુજરાત રાજ્યના નાણાં અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તેમજ સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ દેસાઈ દ્વારા પ્રજાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ચાલી રહેલા કાર્યો, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભવિષ્યલક્ષી વિકાસ યોજનાઓ અંગે વિગતવાર જાણકારી મેળવી આ પ્રસંગે વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ સાથે ધારાસભ્યઓ, વાપી મહાનગર પાલિકાના મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ, વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણીઓ તથા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્ના હતાં.