વાપીમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો
- byDamanganga Times
- 15 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ, વાપી દ્વારા ઉપાસના સ્કૂલ, વાપી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૧૧૩ રક્તદાતાઓઍ સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવસેવા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના શુભારંભે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, ઞ્ત્ઝ઼ઘ્ પોલીસ સ્ટેશનના ભ્ત્ ઍસ.પી. ગોહિલ, સમાજના ટ્રસ્ટીઓ તથા સમાજના પ્રમુખ હાર્દિક મહેતા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા ઍ જણાવ્યું હતું કે રક્તદાન ઍ માનવતાની સર્વોત્તમ સેવા છે અને સમાજના વધુમાં વધુ લોકો આ અભિયાન સાથે જોડાય તે સમયની જરૂરિયાત છે.
તેમણે સમાજ દ્વારા આયોજિત આ સેવાકીય કાર્યની પ્રશંસા કરી હતી. સમાજના પ્રમુખ હાર્દિક મહેતાઍ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રક્તદાન ઍક મહાદાન છે અને દરેક વ્યક્તિઍ રક્તદાન કરવું જોઈઍ. તેમણે જણાવ્યું કે રક્તદાન ઍવી અનોખી પ્રક્રિયા છે જે માત્ર ઍક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને મદદરૂપ થવાથી જ શક્ય બને છે. ઍક રક્તદાતા દ્વારા આપવામાં આવેલ ઍક યુનિટ રક્ત ત્રણ અલગ અલગ દર્દીઓના જીવનમાં ઉપયોગી બની શકે છે અને ઘણીવખત તેવા લોકો માટે પણ કામ આવે છે જેમને આપણે વ્યક્તિગત રીતે ઓળખતા પણ નથી.
આ કારણસર રક્તદાનને પૃથ્વી પરનું મહાદાન કહેવામાં આવે છે. આ રક્તદાન શિબિરનું આયોજન પુરીબેન પોપટભાઈ લાખા લાયન્સ બ્લડ બેન્કના સહયોગથી કરવામાં આવ્યું હતું.
લાયન્સ બ્લડ બેન્ક તરફથી કમલેશભાઈ પટેલ, કેતનભાઈ જોશી તથા ઉપાસના સ્કૂલના ટ્રસ્ટીઓ અને તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. સમાજના ટ્રસ્ટીઓ તેમજ માજી પ્રમુખો તેમજ સંસ્થાના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્નાહતા .
