Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વાંસદામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

વાંસદામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા. ૧૪ ઃ દાનવીર દાતા ભાઇલાલભાઈ બેચરભાઈ પટેલ તથા કમલાબેન ભાઈલાલભાઈ પટેલના સૌજન્ય થી અને બીજા દાતા ઓ ઇન્દ્રવદન બર્માવાલા (અમેરિકા), યોગીનીબેન મનોજભાઈ તથા મનોજભાઈ ચુનીલાલ પટેલ હ. વિશાલ પટેલ, શંકરભાઈ નાથાલાલ પટેલ (અમેરિકા), સુરેશભાઈ અંબાલાલ પટેલ હ. મિતેશ પી. પટેલ (અમેરિકા), પન્નેશભાઈ મોહનભાઈ પટેલ હ. હનીશભાઈ પી. પટેલ (હોંગકોંગ), શશીકાંતભાઈ ગોકળદાસ પટેલ, હ. રાહુલભાઈ ઍસ. પટેલ (અમેરિકા), લક્ષ્મીદાસ કરશનદાસ પટેલ પરિવાર, રમણભાઈ લક્ષ્મીદાસ પટેલ લક્કડશેરી તથા કેવલભાઈ જયંતીભાઈ પટેલ મુંબઈના સહકારથી શક્કરપુર લેવા પાટીદાર વિદ્યોતેજક મંડળ ઍકડા પંચ દ્વારા વાંસદા ખાતે નોટબુક, સ્કૂલબેગ તથા બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં વાંસદા પાટીદાર સમાજના ભૂપેન્દ્ર પટેલ, જયદીપ પટેલ, મહેશ પટેલ, હિરેન પટેલ, તથા સમાજનું મહિલા મંડળ હાજર રહ્નાં હતું અને તમામ બાળકો ને નોટબુક અને સ્કૂલ બેગ વિતરણ કર્યું હતું. અંતે સમાજ ના લોકોઍ તમામ દાતાના આભાર વ્યક્ત કર્યો હતો.