Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

નાનાપોંઢાની શાળાઓમાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

નાનાપોંઢાની શાળાઓમાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૧૪ ઃ નાનાપોંઢા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે રોટરી ક્લબ ઓફ સુરત દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જરૂરી સામગ્રી સમયસર મળી રહે તે હેતુથી રોટરી ક્લબ દ્વારા શાળા શરૂ થાય તે પહેલાં જ તમામ કીટની વ્યવસ્થા કરી સંબંધિત શાળાઓ સુધી પહોંચાડવામાં આવી હતી.
શાળાઓ ખુલતા જ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ સુરતની આ કામગીરી સેવા, વિશ્વાસ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ખાસ વાત ઍ રહી કે શૈક્ષણિક કીટ શાળાઓ સુધી પહોંચાડ્યા બાદ કોઈપણ ટ્રસ્ટી કે ક્લબના સભ્ય વિતરણ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્ના નહોતા. તેમણે શાળાના શિક્ષકો પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરી વિદ્યાર્થીઓ સુધી સામગ્રી પહોંચાડવાની જવાબદારી સોંપી હતી.
રોટરી ક્લબ દ્વારા આપવામાં આવેલી શૈક્ષણિક કીટમાં નોટબુક, પેન, પેન્સિલ, રબર, કંપાસ બોક્સ, ચિત્રકલા બુક, સ્કેચ પેન, પેન્સિલ કલર, ફૂટપટ્ટી સહિત વિવિધ ઉપયોગી શૈક્ષણિક સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સામગ્રી મળતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો તથા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોઍ રોટરી ક્લબ ઓફ સુરતનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સમાજના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવતી આવી સેવાકીય પ્રવૃત્તિઓ અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.