Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વાપી અને નારગોલમાં પર્યાવરણ જાગૃતિના બે સફળ કાર્યક્રમો યોજાયા

વાપી અને નારગોલમાં પર્યાવરણ જાગૃતિના બે સફળ કાર્યક્રમો યોજાયા


વલસાડ જિલ્લાના વાપી અને નરગોલ ખાતે ગઈકાલે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી બે અલગ-અલગ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રથમ કાર્યક્રમ વાપીની સેîટ ઝેવિયર્સ હાઈસ્કુલ ખાતે યોજાયો હતો, જેમાં વૃક્ષારોપણ અને પ્રકૃતિ જાગૃતિ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રિન્સિપાલ સલમા પઠાન ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે શાળાને પર્યાવરણમૈત્રી ગાર્ડન વિકસાવવા માટે ‘ગ્રીન બુક’ પણ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજો કાર્યક્રમ નારગોલ બીચ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન વિભાગ, ગ્રામ પંચાયત, સ્થાનિક સમુદાયના પ્રતિનિધિઓ તેમજ ધારાસભ્ય રમણ પાટકરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. 

કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ સાથે બીચ ક્લીન-અપ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ બંને કાર્યક્રમો દ્વારા પર્યાવરણ જાળવણી, હરિયાળી વધારવા અને સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા ભવિષ્યમાં પણ આવા જનજાગૃતિ કાર્યક્રમો સતત યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.