Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વાપી આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસના બીસીઍ વિભાગને ડબલ ગોલ્ડ મેડલની સિદ્ધિ

વાપી આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસના બીસીઍ વિભાગને ડબલ ગોલ્ડ મેડલની સિદ્ધિ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

વાપી, તા. ૧૧ ઃ આર.કે. દેસાઈ અચ્છારીવાલા કોલેજ ઓફ કમ્પ્યુટર ઍન્ડ ઍપ્લાઇડ સાયન્સના બીસીઍ વિભાગની વિદ્યાર્થીનીઓઍ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી કોલેજ પરિવારનું નામ ગૌરવપૂર્ણ રીતે રોશન કર્યું છે.વિદ્યાર્થીની નંદિની ગુા તથા સાક્ષી સિંગ ઍ ઍપ્રિલ ૨૦૨૬ ની પરીક્ષામાં ર્થ્ીર્રુ ભ્શ્વંર્શ્વિંૃજ્ઞ્િઁં વિષયમાં ૧૦૦ ટકા ગુણ પ્રા કરી યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રા કર્યું છે તથા ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ વિષયનું અધ્યાપન શ્રીમતી જ્યોત્સ્ના ભુવનેશ દ્વારા કરવામાં આવ્યું હતું. વધુમાં સાક્ષી સિંગ ઍ ષ્ફૂણુ ઝ઼ફૂસ્ન્જ્ઞ્િંઁજ્ઞ્િઁં વિષયમાં પણ યુનિવર્સિટીમાં સર્વોચ્ચ ગુણ પ્રા કરી વધુ ઍક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ વિષયમાં તેમને ડો. મિત્તલ શાહ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓની આ અદ્ભુત સિદ્ધિ તેમના પરિશ્રમ, પ્રતિભા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે.આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ, કેમ્પસ ડાયરેક્ટર ડો. મિત્તલ શાહ, બીસીઍ વિભાગના ણ્બ્ઝ઼ નેહા પટેલ તથા કોલેજના સર્વ અધ્યાપકમંડળે વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.