Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

મોગરાવાડીમાં જુગાર રમતા ૪ ઝડપાયા

મોગરાવાડીમાં જુગાર રમતા ૪ ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૧ ઃ વલસાડ સીટી પોલીસની ટીમને મળેલી બાતમી આધારે વલસાડના મોગરાવાડી, મોટાતળાવ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં છાપો મારતા હારજીતનો જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડી તેઓની પાસેથી ૨૬,૬૯૦ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે. વલસાડ સીટી પોલીસની ટીમ વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં ફરતી  હતી. તે દરમિયાન બાતમી મળતા પોલીસની ટીમ મોગરાવાડી શ્વેતા પાર્ક, મોટા તળાવ પાસે ખુલ્લા મેદાનમાં કેટલાક ઇસમો ભેગા મળી પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્ના છે. બાતમીના આધારે પોલીસે છાપો મારતા જુગાર રમતા પકડાયેલા આરોપીઓમાં અશ્વિનભાઈ નરોત્તમભાઈ પટેલ, દિવ્યેશભાઈ મુકેશભાઈ પટેલ, રીતેશભાઈ સત્યનારાયણ ખટીક,  પ્રજ્ઞેશભાઈ પ્રવિણભાઈ પટેલને ઝડપી પાડીઍ રોકડા રૂ. ૨૫૧૦, અંગ જડતી કરતા રોકડા રૂ. ૧૪,૧૮૦ તથા ૨ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦ મળી કુલ રૂ. ૨૬,૬૯૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જે અંગે વલસાડ સીટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.