Damanganga Times.

Damanganga Times.

June 11, 2026

વાપીના કરવડમાં બે યુવકને કચડી મારનાર બસ ચાલક સામે ગુનો દાખલ

વાપીના કરવડમાં બે યુવકને કચડી મારનાર બસ ચાલક સામે ગુનો દાખલ


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૧૦ ઃ વાપી નજીક કરોડ પાસે ગઈકાલે સાંજે વાપી મહાનગરપાલિકાની સીટી બસના ચાલકે હીરો હોન્ડા બાઇક સવાર બે યુવકને લઈ મોત નીચાવાને ગુનામાં બસ ચાલક સામે આજે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પ્રા માહિતી મુજબ ગઈકાલે સાંજે વાપી નજીક કરોડ પાસે મુખ્ય રોડ પર સીટી બસ નંબર જીજે ૧૫ ઍઍક્સ ૮૧૫૬ના ચાલે છે. પૂર ઝડપે બસ અહંકારી સામેથી આવતી હિરો હોન્ડા બાઇકને અડફેટી લેતા બાઈક ચાલક શૈલેષ  વેલજી બૂહા ઉંમર વર્ષ ૩૦ રહે. તાલુકા કપરાડા તથા રિપલ લહાણુ દાપટનું ગંભીર ઇજાના કારણે સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. ઉપરોક્ત બનાવમાં મૃતક શૈલેષના પિતરાઈ ભાઈ -ફુલ મૂળજી બુહાઍ વાપી પોલીસ સ્ટેશને વાપી સિટીબસના ચાલક અરવિંદ રામ ભાઈ ગાંવિત ઉંમર વર્ષ ૨૭ રહે પીપલ પાડા, ધારમપુર સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.